સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલ આંખની હોસ્પિટલ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં હોય અને હોસ્પિટલનું વિશાળ મેદાન ધૂળ ખાઇ રહ્યું હોય ત્યારે કરોડો રૂપિયાની આ હોસ્પિટલ અને જમીન બિનઉપયોગી પડી રહી છે. આંખની હોસ્પિટલના મેદાનનો લોકો ક્રિકેટ રમવામાં ઉપયોગ કરે છે. ત્યારે પુનઃ આ હોસ્પિટલ શરૂ કરવામાં આવે અને લોકોને આરોગ્ય સેવા આપવાનું શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે.