સાવરકુંડલામાં શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા મોતિયાના દર્દીઓને ધ્યાનમાં રાખીને ગત શુક્રવારે શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની સ્મૃતિમાં ૩૩૬મા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીરનગરની હોસ્પિટલના ડોકટરો દ્વારા ૬૦ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૨૦ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી હતી. જે દર્દીઓને ચશ્મા અને દવાની જરૂર હતી તેમને સંસ્થા દ્વારા તે આપવામાં આવેલ. આ નેત્રયજ્ઞનું દીપ પ્રાગટ્ય સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદ દાસજી સ્વામી તથા વીરનગર હોસ્પિટલના ડોક્ટર સાથે કરવામાં આવેલ. આ નેત્ર કેમ્પના યજમાન પદે- સ્વ. અલ્પાબેન સુદેશકુમાર સામજી હિરાણીનાં સ્મરણાર્થે (લાછાણી ) નવો વાસ, માધાપર-કચ્છ તથા પરિવાર- હસ્તે જોશીદાદા સાવરકુંડલા રહ્યા હતા. નેત્રયજ્ઞને સફળ બનાવવા કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીના વડપણ હેઠળ સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.









































