સાવરકુંડલામાં શામજીબાપુ ઉપવન ખાતે સદ્ભાવના ગ્રુપ દ્વારા ‘ચિયર્સ જિંદગી’ શો સાથે એમ્બ્યુલન્સ અને મેડિકલ સાધનોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પૂજ્ય ઉષામૈયા અને ભક્તિરામબાપુ સહિતના સંતો-મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. છજીઁ વલય વૈદ્ય અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓના સહયોગથી એમ્બ્યુલન્સ અને મેડિકલ સાધનોનું લોકાર્પણ થયું હતું. છેલ્લા ૨૪ વર્ષથી સદ્ભાવના ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે.










































