રૂ.૪.પ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું

સાવરકુંડલા તાલુકાના શેલણા, ઠવી, વીરડી, ભોંકરવા ગામને જોડતા રસ્તાનું રૂપિયા ૪.૫ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય પુનાભાઈ ગજેરા, તાલુકા ભાજપ અધ્યક્ષ જીવનભાઈ વેકરીયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રમોદભાઈ રંગાણી, જશુભાઇ ખુમાણ, અશોકભાઈ ખુમાણ, સરપંચ દેવજીભાઈ કાછડિયા, મુકેશભાઈ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા.