સાવરકુંડલા તાલુકાના શેલણા ગામથી ઠવી ગામ સુધીના એક વર્ષ પહેલાં બનાવવામાં આવેલ સિંગલ પટ્ટી ડામર રોડ શેલણાથી ઠવી, વિરડી, નાળ, રબારીકા, જેજાદ, ભોકરવા, વીજપડી ગામને જોડતો મુખ્ય માર્ગ છે. આ રોડ બનાવ્યા બાદ તંત્ર દ્વારા રોડની બંને સાઈડો બુરવામાં ન આવતા દરરોજ નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ઠવી શેલણા રોડ પર એક પ્રાઇવેટ બસ સામે અન્ય વાહન આવતા મુસાફરો ભરેલી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી.







































