સાવરકુંડલાના એક વેપારી સાથે રૂ. ૫.૨૫ લાખની ઓનલાઇન ઠગાઈ થઈ છે. આ બનાવ અંગે રઘુવંશીપરામાં રહેતા નિતીનભાઈ  પરશોત્તમભાઈ તલસાણીયા (ઉં.વ.૪૭)એ રાજસ્થાનના અનીશસિંહ ઠાકુર સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, આરોપીએ વેપારીને મોટા નફાની લાલચ આપી હતી. ત્યારબાદ તેમની પેઢીના બેંક ખાતામાંથી વિવિધ ક્યૂઆર (ઊઇ) કોડ મારફતે ઓનલાઈન ટ્રાન્સફર કરાવી કુલ રૂ. ૫,૨૪,૬૧૦ની ઠગાઈ આચરી હતી.