વીજપડી ગામમાં વિવિધ વિકાસ કાર્યો માટે વર્ષોથી માગણી કરવામાં આવી રહી હતી. ગામના બાયપાસ રોડ પર આરસીસી રોડ બનાવીને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની પણ માગણી થઇ રહી હતી. આથી ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ગામના વિકાસ માટે ૧.૬૦ કરોડ રૂપિયા મંજૂરી કરાવીને વીજપડી બાયપાસ તેમજ વીજપડી ગામનો મેઇન રોડ આરસીસીથી બનાવવા જહેમત ઉઠાવી હતી. આ રોડ બનાવવાનો પ્રારંભ થયો છે અને તે ટૂંક સમયમાં વીજપડીના લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.