મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ-સાવરકુંડલા વાળાના સંપૂર્ણ સહયોગથી કાયમી ધોરણે છાશ કેન્દ્રનું સંચાલન કરવામાં
આવે છે. જેમાં સાવરકુંડલા શહેરના જલારામ મંદિર, ગાયત્રી મંદિર તથા દેવળા ગેઇટ-કૃષ્ણ ગૌશાળા ખાતેથી ૨૦૦થી વધુ પરિવારો તેનો લાભ લઈ રહ્યા છે. સર્વોદય નગર, હાથસણી રોડ, કૃષ્ણ પ્લોટ, નેસડી રોડ, બાર શેરી, ઉતાવળા હનુમાનજી વિસ્તારના લોકો પણ આ છાશ કેન્દ્રોનો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે.