સાવરકુંડલાના વિજપડી ગામેથી ૮ ઈસમો જુગાર રમતાં રોકડા ૧૦,૯૮૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. વિજપડી ગામે ચીખલી રોડ પર વી.ડી.નગદીયા હાઇસ્કૂલની પાછળ શેરીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાંથી છગનભાઇ મંગાભાઇ પુરબીયા, સંજયભાઇ માધાભાઇ પરમાર, અલ્પેશભાઇ કીશનભાઇ મહીડા, વિનુભાઇ જેન્તીભાઇ ચૌહાણ, કનુભાઇ ડાયાભાઇ પુરબીયા, ગોપાલભાઇ મનુભાઇ ચૌહાણ, ભીખાભાઇ મંગાભાઇ પુરબીયા તથા મહેશભાઇ સોમાભાઇ પુરબીયા જાહેરમાં ગેરકાયદે રીતે ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૦,૯૮૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.