શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ-વંડામાં તાજેતરમાંPOCSO એક્ટ અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શાળાની લગભગ ૨૦૦ યુવા વિદ્યાર્થિનીઓને POCSO એક્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં એડવોકેટ નિશા મુકેશભાઇ વિરાણી-બાઢડા (શ્રીધર કન્સલ્ટિંગ) દ્વારા વિદ્યાર્થિનીઓને POCSO એક્ટની જોગવાઈઓ અને તેના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. સેમિનારમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ભારતમાં યૌન શોષણના લાખો કેસ નોંધાય છે અને ગુજરાતમાં ૨૦૨૩-૨૪માં દરરોજ બળાત્કારના સરેરાશ છ કેસ નોંધાય છે. મહિલાઓથી લઈને નાની છોકરીઓ જાતીય સતામણી જેવી ઘટનાઓનો ભોગ બની રહી છે, તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સેમિનાર દ્વારા વિદ્યાર્થિનીઓને ઁર્ંઝ્રર્જીં એક્ટ વિશે જાગૃત કરવાનો અને તેમને આવી ઘટનાઓથી સાવચેત રહેવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.