સાવરકુંડલાના માલધારી ચોક ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં એક વિશાળ જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં ધારાસભ્યએ સરકારના વિવિધ વિકાસલક્ષી કાર્યોની વિગતો રજૂ કરી હતી. તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો મેહુલભાઈ ત્રિવેદી, કાજલબેન મકવાણા, નગ્માબેન જાખરા અને દિનેશભાઈ રાઠોડને જંગી બહુમતીથી વિજયી બનાવવા જનતાને અપીલ કરી હતી. આ સભામાં ઉપસ્થિત લોકોએ પણ ભારે ઉત્સાહ દર્શાવી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.





































