સાવરકુંડલામાં ૯ જૂને સવારે નવ વાગ્યે માનવમંદિર હાથસણી રોડ ખાતે પ.પૂ. મોરારીબાપુના હસ્તે દિનદયાળ સેવા ટ્રસ્ટ પ્રેરિત માનવમંદિર ગુરૂકૂળમાં ગામડાઓના ચોરા અને શિવાલયોના પૂજારીના બાળકો માટે કુમાર છાત્રાલયનો શુભારંભ સમારોહ તેમજ કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કરાશે. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે રાજેન્દ્રદાસબાપુ (વૃંદાવન ધામ-રામપરા) પધારશે. આ ઉપરાંત સાધુ-સંતો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ મંગલ અવસરનો લ્હાવો લેવા ભક્તિરામબાપુ, માનવમંદિર પરિવાર અને સાવરકુંડલા તાલુકા વૈણવ સાધુ સમાજના પ્રમુખ નાગરભાઈ ગોંડલીયા, તાલુકા સાધુ સમાજ પ્રમુખ મહેશભાઈ ગોંડલીયા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.