સાવરકુંડલાના મહુવા રોડ પર સ્ટ્રીટલાઈટ ન હોવાથી આ બાબતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સૂચના આપતા પાલિકા પ્રમુખ તૃષ્તીબેન દોશીના માર્ગદર્શન મુજબ મહુવા રોડ પર સ્ટ્રીટલાઈટો ઝળહળી ઉઠી હતી. શહેરના મહુવા રોડ પર સ્ટ્રીટલાઈટ શરૂ થતા વિસ્તારવાસીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.