સાવરકુંડલાના ભમ્મર ગામે રહેતા એક જ પરિવારના ૪ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા દોડધામ મચી જવા પામી હતી. જે ચારેયને સાવરકુંડલા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મોડી રાત્રે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ખીમસુરીયા પરિવારના રેખાબેન હકાભાઇ ખીમસુરીયા (ઉ.વ.ર૩), હકાભાઇ ભીમાભાઇ ખીમસુરીયા (ઉ.વ.૩૦), ભીમાભાઇ ભાણાભાઇ ખીમસુરીયા (ઉ.વ.પ૦) તથા સોમીબેન ભીમાભાઇ ખીમસુરીયા (ઉ.વ.૪પ)એ ઘરકંકાશના કારણે ઝેરી દવા પી લીધાનું ચર્ચાઇ રહ્યું છે. હાલમાં આ ચારેયની અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ છે. પોલીસ દ્વારા ચારેયનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.