સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામેથી પસાર થતો નેશનલ હાઈવે રામગઢ સુધી અત્યંત ભયજનક સ્થિતિમાં છે. આ રોડ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે અને છાશવારે આ રસ્તા ઉપર ટુ-વ્હીલ ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. રોડને લઈ અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ સાંભળતું નથી. જેના કારણે પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી રામગઢના ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી.