આયુષ નિયામક -ગુજરાત રાજ્ય અને જિલ્લા આયુર્વેદ અધિકારી, અમરેલીના માર્ગદર્શન હેઠળ, તેમજ ડો. હેડગેવાર સેવા સમિતિના સહયોગથી, સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામની સરકારી આયુર્વેદિક ડિસ્પેન્સરી દ્વારા ઉતાવળા હનુમાન મંદિર, સાવરકુંડલા ખાતે ૨૦મા સર્વરોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓને આયુર્વેદિક સારવારની સાથે સાથે દિનચર્યા, ઋતુચર્યા અને ઋતુજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો વિશે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ. મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધા હતો.