સાવરકુંડલાના નાના ભમોદ્રાના સોહમ મનીષભાઈ ધીમેચા સીઆરપીએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પધાર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામમાં ફૂલેકું
આભાર – નિહારીકા રવિયા કાઢીને તેમને હારતોરા કરવામાં આવ્યા હતા. જવાન સોહમ ધીમેચાએ ઉત્તરપ્રદેશના અમેઠીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી હતી અને હવે તેનું પોસ્ટિંગ પંજાબના ચંડીગઢમાં કરવામાં થયું છે. ફૂલેકા દરમિયાન સમગ્ર ગામ ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહ્યા હતા. ગામના અગ્રણી અને પૂર્વ કૃષિ મંત્રી ધીરૂભાઈ દૂધવાળા, સરપંચ ભરતભાઈ કથીરિયા, બાબુભાઈ પીપળીયા, ભનુભાઈ સવજીભાઈ ખુંટ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ જવાનનું સ્વાગત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.