અમરેલી જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે ત્યારે આ માટે મહદઅંશે તંત્ર જવાબદાર છે. જેમાં સાવરકુંડલાના નાગનાથ સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી રહેવાસી ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. ગટરના પાણી રોડ પર ફરી વળતાં હોવાથી રહેવાસીઓ ફરજિયાત ગટરના પાણીમાં ચાલવા મજબુર બન્યા છે જેથી રોગચાળો ફાટી નિકળે તે પહેલા ગટરની સફાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.