લોકસેવક સંઘ સંચાલિત લોકવિદ્યા મંદિર અને શ્રી નિવાસી અંધ વિદ્યાલય થોરડીના કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને સુતરની આંટી પહેરાવી ૧૪૯ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. થોરડી ગામના ગ્રામજનો સંસ્થામાં આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ એકઠાં થયા હતા. ગામના
વયોવૃદ્ધ અને પૂર્વ સરપંચ પ્રાગજીભાઈ કસવાળા અને ગામના પ્રતિષ્ઠિત નાગરિક રમેશભાઈ શેલડીયા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને સુતરની આંટી પહેરાવી ‘જય સરદાર’ની જય બોલાવી જન્મ જયંતી ઉજવી હતી. સંસ્થાના નિયામક કાંતિદાદા દ્વારા સરદાર પટેલના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા.