સાવરકુંડલાના જેજાદ ગામે વાડીએ ભેંસોને પાણી પીવાની ના પાડતાં ગાળો આપી હતી. તેમજ લાકડી લઈ મારવા દોડ્યાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે જેન્તીભાઈ પ્રાગજીબાઈ બરવાળીયા (ઉ.વ.૫૫)એ નરશીભાઈ જીવરાજભાઈ બગડા, તેમના દિકરી તથા પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, વાડીમાં લાઈટ ન હોવાના કારણે તેમણે ભેંસોને પાણી પાવાની ના પાડી હતી. જેથીઆરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી લઈ મારવા દોડ્યા હતા. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે બી કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.





































