અમરેલી જિલ્લામાં અકસ્માતની વધુ ત્રણ ઘટના નોંધાઈ હતી, જેમાં બે લોકોના
મૃત્યુ થયા હતા. સાવરકુંડલાના જીરા ગામના અને હાલ સુરત રહેતા નાનજીભાઈ ભુરાભાઈ વાવડીયા (ઉ.વ.૫૩)એ બોલેરો પીકઅપ નંબર જીજે-૩૫-ટી-૦૭૪૭ નંબરના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેની પીકઅપ ભોરીંગડાથી ભોરીંગડા ચોકડી વચ્ચે બેફામ ચલાવી તેમના ભત્રીજા ભાર્ગવભાઈની મોટર સાયકલને ટક્કર મારી હતી. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી
મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતનો બીજો બનાવ રાજુલા ટાઉનમાં બન્યો હતો. કાસુભાઈ નરૂભાઈ જાખરા (ઉ.વ.૩૬)એ સુપર કેરી લોડિંગ વાહન નંબર જીજે-૧૪-ઝેડ-૨૫૬૧ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો ભાણીયો જાવીદભાઇ તાજુભાઇ સમા પોતાનું મો.સા. લઇને રાજુલાથી પોતાના ઘરે જતો હતો ત્યારે સા.કુંડલા રોડ ઉપર નચીકેતા સ્કૂલ પાસે સામેથી સુપર કેરી લોડિંગ વાહન નં.ય્ત્ન-૧૪-ઢ-૨૫૬૧ ના ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફીકરાઇથી ગફલત ભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી ટક્કર મારી હતી. જેથી ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. અમરેલીમાં રહેતા બીપીનપરબત દેવપરબત ગોસાઇ (ઉ.વ.૪૮)એ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, સાહેદ દેવપરબત અરજણપરબત મોપેડ લઇને ચિત્તલ રોડે ફોરવર્ડ સર્કલ તરફ જતા હતા તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે આવી ટક્કર મારતાં ઇજા પહોંચી હતી.