સાવરકુંડલા તાલુકાના રોડ સુધારણા માટે ધારાસભ્ય દ્વારા રૂ.૧૬.૮પ કરોડની ફાળવણી કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. સાવરકુંડલાનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયત્નોથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.૧૬.૮પ કરોડ ગ્રામ્ય વિસ્તારોના માર્ગ સુધારણા માટે મંજૂર કરવામા આવ્યાં છે. જેમાં ૭ મુખ્ય પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં વિજપડીથી વિજપડી રેલ્વે સ્ટેશન, લીખાળા, ગાવડકા, રામગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોના માર્ગોના કામ કરવામાં આવશે. રોડ-રસ્તાના કામ મંજૂર થતાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેથી તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયાએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.