અમરેલીમાં જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫ ડિસેમ્બરે કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય ખાતે આ મહોત્સવ યોજાયો હતો. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલાની ધોરણ- ૮ની વિદ્યાર્થિની કાવ્યા પંકજભાઈ ચૌહાણએ ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુરુકુળનાં વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી અને પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.








































