ગાધકડા પ્લાટ પ્રાથમિક શાળામાં પવિત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞવેદીની સુંદર સજાવટ કરવામાં આવી અને જે વિદ્યાર્થીઓના છેલ્લા સપ્તાહમાં જન્મદિવસ હોય એમના હસ્તે પૂજા કરવામાં આવી હતી. શાળાના શિક્ષક વિપુલભાઈ બોરીસાગર દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ હવનમાં આહુતિ અર્પણ કરી હતી.










































