સાવરકુંડલાના હાથસણી મેઈન રોડ પર આવેલા ખોડીયાર ચોકમાં મસમોટા ખાડાઓ પડી ગયેલા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. શહેરમાં ખાડાઓ બુરવાનું પૂરજાશમાં ચાલી રહ્યું છે પરંતુ શહેરના હજુ અનેક વિસ્તારોમાં મસમોટા ખાડાઓ હોવાથી વૃધ્ધો અને બાળકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. જેથી તાત્કાલિક આ ખાડાઓ બુરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.