સાવરકુંડલાના ખડકાળા ગામે મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં યુવક ઝડપાયો હતો. ખડકાળા ગામે રેલવે ફાટકની બાજુમાં રહેતો રમેશભાઈ બાવભાઈ વાઘેલા (ઉ.વ.૩૮) ગામમાં ચોરી કરવાની ફીરાકમાં રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એન વી શિયાળ વધુ તપાસ કરી રહ્યા છે.








































