સાવરકુંડલાના RTI કાર્યકર દીપેશભાઈ જોષીની સતત લડતને કારણે, માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫નું ઉલ્લંઘન કરવા બદલ ગુજરાત માહિતી આયોગે સાવરકુંડલાના બાળ વિકાસ યોજના અધિકારી CDPO દક્ષાબેન ભટ્ટને રૂ.૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે.દીપેશભાઈ જોષીએ ૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ CDPO કચેરી પાસેથી માહિતી માંગી હતી. RTI કાયદા મુજબ, સરકારી કચેરીઓએ અમુક માહિતી પ્રકાશિત કરવી ફરજિયાત છે, પરંતુ આ કચેરીએ ન તો માહિતી આપી, ન તો તે ઓનલાઈન ઉપલબ્ધ હતી.માહિતી ન મળતા, જોષીએ ગુજરાત માહિતી આયોગ સમક્ષ ફરિયાદ કરી. સુનાવણી દરમિયાન, CDPO દ્વારા કોઈ પ્રત્યુત્તર ન આપતા, આયોગે RTI કાયદાની કલમ ૨૦(૧) હેઠળ કાર્યવાહી કરી અને CDPO દક્ષાબેન ભટ્ટને રૂ.૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો. આ દંડ ૪૫ દિવસમાં ભરપાઈ ન થાય તો પગારમાંથી કાપી લેવા આદેશ કરાયો છે.










































