સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામે છેલ્લા ત્રણેક વર્ષથી વહીવટદાર શાસન છે. હાલમાં જે તલાટી મંત્રી કામ કરી રહ્યા છે તે વહીવટી કામકાજના પુરા જાણકાર નથી, તેમના જવાબો ગ્રામજનોને સંતોષકારક નથી લાગતા. આ ઉપરાંત ગ્રામજનોના કોઈ કામ ન થતા હોય ઘણા સમયથી ગ્રામજનોએ અને અગ્રણીઓએ ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા વિકાસ અધિકારીને આ અંગે ફરિયાદો કરેલ હોવા છતાં કોઈ પરિણામ ન મળતા આજે કાનાતળાવ ગામના પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરી એક લેખિત ફરિયાદ રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે જો તલાટીમંત્રીનો પ્રશ્ન ઉકેલવામાં નહી આવે તો ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ફરજ પડશે.