સાવરકુંડલા ખાતે આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે કબીર ટેકરી મહંત નારાયણ સાહેબની અધ્યક્ષતામાં સાહિત્યિક ગોષ્ઠિનું આયોજન થયું હતું. સાહિત્યના માધ્યમ દ્વારા સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવા આ સાહિત્યિક ગોષ્ઠિ કરવામાં આવી હતી. જેમાં રવજીભાઈ કાચા, મંગળુભાઈ ખુમાણ, વાસુદેવભાઈ સોઢા, ઉદયભાઈ દેસાઈ, મયુરભાઈ દવે, નાનાલાલ ત્રિવેદી, સુધીરભાઈ મહેતા, મનીષભાઈ વિંઝુડા, યશભાઈ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.