સાવરકુંડલામાં આરોગ્ય મંદિરમાં બદાણી પરિવાર દ્વારા રૂપિયા ૧૮ લાખનું જનરેટર અર્પણ કરવામાં આવ્યું છે. તેમની સેવાકીય કામગીરીને હોસ્પિટલ સત્તાવાળાઓ અને દર્દીઓએ બિરદાવી હતી.સાવરકુંડલામાં ખાદી કાર્યાલય કેમ્પસ ખાતે વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત આરોગ્ય મંદિર
નિઃશુલ્ક હોસ્પિટલમાં દર્દીની સેવા માટે થોડા સમયમાં જ ઘણા નવા વિભાગ તથા નવી ટેકનોલોજીના સાધનો ઉમેરાયા છે. જેના કારણે વીજળીના વધારે બેકઅપની જરૂરિયાત ઉભી થઈ રહી હતી. સાથે સાથે વધારે કેપિસીટી સાથેના જનરેટરની જરૂરિયાત ઉભી થઈ હતી. આ અંગે આરોગ્ય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દાતાઓને જાણકારી આપવામાં આવી હતી.