સાવરકુંડલાના આંબરડી ગામે જાહેરમાં જુગાર રમી રહેલા ૮ શખ્સોને પોલીસ હવાલાતમાં હવા ખાવાનો વારો આવ્યો છે. સાવરકુંડલાના આંબરડી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ આંબરડી ગામે દોડી ગઈ હતી જયાં જાહેરમાં જુગાર રમતા ગોરધન બચુ શેલડીયા, પંકજ ધનસુખ જાષી, અફજલ રહીમ શેખડા, રાકેશ શંભુ ચુડાસમા, ભાવેશ બાબુ સોલંકી, આદીલ રહીમ શેખડા, અસ્લમ હારૂન શેખડા, જયસુખ કાનજી ધોળકીયા રહે. તમામ આંબરડી, તા.સાવરકુંડલાવાળાની પોલીસે ધરપકડ કરી હતી. જુગાર સ્થળેથી પોલીસે રૂ. ૧ર,૩૩૦ની રકમ જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો અને આગળની કાર્યવાહી કરી હતી.









































