સાવરકુંડલા તાલુકાનાં અમૃતવેલ ગામે ગામ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથાનો પ્રારંભ તા.ર ને શનિવારના રોજ થશે તેમજ કથા વિરામ તા.૮ને શુક્રવારનાં રોજ થશે.
અમૃતવેલ ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિર ખાતે ભાગવત કથા યોજાશે. જીજ્ઞેશદાદા રાધે રાધે કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણ સમય ૯ થી ૧નો રહેશે. કથા સમયે દીપ પ્રાગટ્ય પ.પૂ.જયોતિમૈયા, પ.પૂ. ઉષામૈયા અને પ.પૂ. આઈશ્રી જયોતબાઈમા કરશે. તા.રનાં રોજ બપોરે ર કલાકે પોથીયાત્રા, તા.પનાં રોજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ, તા.૭નાં રોજ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, તા.૩ થી ૭ સુધી બપોરનાં ૩ઃ૩૦ થી ૬ઃ૩૦ સુધી મથુરાની રાસધારી મંડળી દ્વારા રાસલીલા યોજાશે. તેમજ તા. રનાં રોજ રાસ-ગરબા, તા.૩નાં રોજ લોકડાયરો જેમાં મનસુખભાઈ વસોયા, અલ્પા પટેલ, મિહીર સાવલીયા, સાગર મેસવાણીયા શ્રોતાઓને ડોલાવશે. તા.૪ નાં રોજ વડીલ વંદના, તા.પનાં રોજ માયાભાઈ આહીરનો હાસ્યરસ સાથે લોકડાયરો, તા.૬નાં રોજ ડોકટર્સ, વકીલ, કલાસ-૧-ર અધિકારીઓનું સન્માન, તા.૭નાં રોજ સંતવાણી, લોકડાયરો અને દરરોજ સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન શિબિર, ચશ્મા વિતરણ કરવામાં આવશે. કથામાં સંતો-મહંતો હાજર રહી આશીર્વચન પાઠવશે.