સાવરકુંડલાના વતની અને હાલ મોરબી સ્થિત ભૂમિકાબેન ભટ્ટએ તાજેતરમાં મેનેજમેન્ટ વિષયમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. તેમનો સંશોધન વિષય “A STUDY ON WORK-LIFE BALANCE ISSUE AMONG EMPLOYEES OF ORGANISED RETAIL SECTOR IN GUJARAT” હતો. તેમના સંશોધન-સુપરવાઈઝર તે જ યુનિવર્સિટીના મેનેજમેન્ટ અનુસ્નાતક ભવનના અધ્યક્ષ ડા. નિશીથકુમાર એચ. ભટ્ટ હતા. ડા. ભૂમિકાબેને તેમનાં સંશોધન માટે ગુજરાતના શહેરોમાં આવેલા શાપિંગ મોલમાં ફરજો બજાવતા આશરે ૨૦૦૦ જેટલા કર્મચારીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સંશોધનાત્મક પ્રશ્નાવલી (Research Questionnaire) ના ઉત્તરો મેળવી મૌલિક તારણો રજૂ કર્યા છે અને એનો આધાર લઈને, શાપિંગ મોલના ભવિષ્ય માટે કેટલીક સંશોધનાત્મક પૂર્વધારણાઓ રજૂ કરી છે.