સમગ્ર દેશમાં ૩૧મી ઓકટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ સરદાર પટેલની જન્મ જયંતી ઉજવાઈ હતી. સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગામ સરપંચ ભાવેશભાઈ ખૂંટ, ઉપસરપંચ અશ્વિનભાઈ શીંગાળા, ગ્રામ પંચાયતનાં સભ્યો અમરૂભાઈ વિંછીયા, ધર્મેન્દ્રભાઈ ખુમાણ, હરેશભાઈ ખુમાણ, પરેશભાઈ ખૂંટ સહિત ગામ અગ્રણીઓ અને ગ્રામજનોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સુતરની આંટી પહેરાવી સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી કરી હતી. હાજર રહેલા આગેવાનોએ સરદાર સાહેબનાં જીવન કવન વિશે વાત કરી હતી.