સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે મહાત્મા ગાંધી જયંતીના દિવસે સ્વચ્છતા અભિયાન અને ગ્રામ સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોની રજૂઆત કરવામાં આવી હતી. એ ટીડીઓ જીગ્નેશભાઇ વાઘાણી, તલાટી મંત્રી, શાળાના શિક્ષકો ગ્રામ પંચાયત સભ્યો, ગ્રામજનોએ હાજરી આપી હતી. સરપંચ ભરતભાઇ ધડુક દ્વારા ગામમા સારી સુવિધા મળે તે માટે અધિકારીને રજૂઆત કરાઈ હતી.