સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે સોમવારે રૂ.૧૦.૨ કરોડના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો શુભારંભ થયો હતો. આ અંતર્ગત, થોરડીથી આદસંગ ખાંભા સુધીના રૂ. ૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રોડ અને ધજડીથી સાકરપરા થઈને મિતિયાળા સુધીના રૂ. ૩.૨ કરોડના ખર્ચે નવીનીકરણ થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને ધારાસભ્ય જે.વી. કાકડીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના વરદ હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે આ રોડના નવીનીકરણથી આસપાસના ગામોના લોકોને અવરજવરમાં ઘણી સુગમતા રહેશે.










































