અમરેલી જિલ્લામાં શિકારની શોધમાં છાશવારે વન્યપ્રાણીઓ ગામમાં ઘુસી આવે છે. સાવરકુંડલા તાલુકાનાં આંબરડી ગામે વહેલી સવારે શિકારની શોધમાં ચાર સિંહો ત્રાટકયા હતા. ચાર સિંહોએ ગામનાં પાદરમાં એક ગાયનું મારણ કર્યું હતું. સિંહોની ત્રાડથી ગામ ગુંજી ઉઠયું હતું. ગામમાં એકસાથે ચાર સિંહોએ ગાયનું મારણ કરતાં ગ્રામજનોમાં પણ ભયનું લખલખું પ્રસરી ગયું હતું.