સાવરકુંડલાના સેંજળ ગામે રહેતા કરણભાઈ ભનુભાઈ ચુડાસમાએ (ઉ.વ.૨૨) જાહેર કર્યા મુજબ, તેમના પત્ની કિરણબેન પિયરમાં ૨૦-૨૫ દિવસથી રહેતા હતા. જેથી તેઓ પત્નીને તેડવા જતાં સાસુ-સસરાએ તેમની સાથે ઝઘડો કર્યો હતો અને પુત્રીને મોકલવાની ના પાડી હતી. જેથી તેમને મનમાં લાગી આવતાં પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.આર.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.