મહારાષ્ટ્રના રાયગઢથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં માતાએ તેના સગા ૬ સંતાનોને કૂવામાં ફેંકીને મોતને ઘાટ ઉતાર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘરેલુ વિવાદને કારણે મહિલાએ આ પગલું ભર્યું હતું. આ ઘટના મુંબઈથી ૧૦૦ કિલોમીટર દૂર મહાડ તાલુકાના ખારાવલી ગામનો છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતક બાળકોમાં પાંચ છોકરીઓનો સમાવેશ થાય છે. , મહિલાને સાસરિયાઓ શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા , જેના કારણે ગુસ્સામાં મહિલાએ પોતાના બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. જેના કારણે બાળકોના મોત થયા હતા. મૃતક બાળકોની ઉંમર ૧૮ મહિનાથી ૧૦ વર્ષની વચ્ચે હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મરાઠવાડા વિસ્તારમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં માતાએ તેના ૨ વર્ષના પુત્રને કૂવામાં ફેંકી દીધો હતો. આ પછી માતાએ તેના દેવરને ઘટના વિશે જણાવ્યું. શરૂઆતમાં લોકોએ તેની વાતને નજરઅંદાજ કરી, પરંતુ સાંજે બાળક ન દેખાતા લોકોએ કૂવામાં શોધ કરી, જ્યાં પુત્રની લાશ પડી હતી.લાતુર જિલ્લાના નિલંગા પોલીસ સ્ટેશનથી મળેલી માહિતી મુજબ મહિલાની તેના પતિ સાથે ઝઘડો થયો હતો. જે બાદ પતિ પત્નીથી ૨૦ કિલોમીટર દૂર ગયો અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. પરંતુ તેઓ તેમના પુત્રને મળવા આવતા જ રહ્યા. એક દિવસ જ્યારે તે પુત્રને મળવા આવ્યો ત્યારે પતિ-પત્ની વચ્ચે ફરીથી કોઈ વાતને લઈને ઝઘડો થયો. જે બાદ ગુસ્સામાં મહિલાએ પુત્રને કૂવામાં ફેંકી દીધો હતો