સાવરકુંડલામાં બ્રાન્ચ શાળા નં.-૨ ખાતે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. ધોમગીરી આશ્રમના મહંતશ્રી દ્વારા તમામ બાળકોને નાસ્તો અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે બ્રાન્ચ શાળા નં.૨નાં આચાર્ય ભારતીબેન પેટાશાળામાં વિજ્ઞાનના શિક્ષકો હિતેશભાઈ જોશી, પારુલબેન, ચંદ્રિકાબેન, જયેશભાઇ દ્વારા બાળકોને કૃતિ માટે માર્ગદર્શન આપેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન સીઆરસી કો.ઓ વિપુલભાઈ દુધાત દ્વારા કરવામાં આવેલ.