સાવરકુંડલા સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા દર માસના પ્રથમ શુક્રવારે યોજાતી સેવા શ્રેણી અંતર્ગત પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી સ્વામીની સ્મૃતિમાં ૩૫૦મા વિનામૂલ્યે મહા નેત્ર નિદાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ તથા કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં વિરનગર હોસ્પિટલના નિષ્ણાત ડાક્ટરોએ ૭૫ દર્દીઓની તપાસ કરી હતી. આ પૈકી મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા ૦૮ દર્દીઓને વિરનગર હોસ્પિટલ ખાતે સંપૂર્ણ વિનામૂલ્યે ઓપરેશન માટે મોકલાયા હતા, જ્યારે અન્ય દર્દીઓને ફ્રી ચશ્મા અને દવાઓ અપાઈ હતી.