સાવરકુંડલા શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જૈનીબેન બનજારાએ બોમ્બેની સંસ્થા રંગોત્સવ સેલિબ્રેશન દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં રંગપૂરણી, ગ્રિટિંગ કાર્ડ મેકિંગ, થંબ એન્ડ ફિંગર પ્રિન્ટ આર્ટ, ઈંગ્લીશ હેન્ડ રાઈટિંગ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ સંસ્થા દ્વારા યોજાયેલ નેશનલ કોમ્પિટીશનમાં જૈનીબેન બનજારાએ એક ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ તથા ૨ ગ્રેડ સર્ટિફિકેટ તેમજ ૪ સર્ટિફિકેટ મેળવી શાળા, શહેર અને બનજારા પરિવારનું નામ રોશન કર્યું છે.