અમરેલી મુકામે અમરેલી જિલ્લા બાળ પ્રતિભા શોધ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં બ્રાન્ચ શાળા નંબર – ૬ સાવરકુંડલાની ધોરણ ૪ માં અભ્યાસ કરતી નાનકડી બાળા યશ્વી કલ્પેશકુમાર સોજીત્રાએ તેમની કંઠની કલાને અમરેલી મુકામે પ્રદર્શિત કરીને વિવિધ સ્પર્ધાઓમાં બાજી મારી છે. ભજન સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તેમજ લોકગીત સ્પર્ધામાં દ્વિતિય નંબર પ્રાપ્ત કરીને બ્રાન્ચ શાળા નંબર – ૬ નું ગૌરવ વધારેલ છે.