સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવાર, જૂન ૧૫, ૨૦૨૫ના રોજ બ્રહ્મપુરી ખાત સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં સમાજના ઉદ્ધાર અને કલ્યાણના કાર્યોની સમીક્ષા અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થઈ હતી.સભાની શરૂઆત અમદાવાદ વિમાન દુર્ઘટના અને પહેલગામ હુમલાના દિવંગતોને ૨ મિનિટ મૌન પાળી અને
મહામૃત્યુંજય જાપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી. ત્યારબાદ, વર્ષ ૨૦૨૪-૨૫ના હિસાબોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.આ પ્રસંગે, સ્વર્ગસ્થ પ્રવીણભાઈ હરિશંકરભાઈ જોશીના સ્મરણાર્થે તેમના સુપુત્ર શૈલેષભાઈ જોશી દ્વારા ટ્રસ્ટને રૂ.૧૧,૦૦૦/- નું ઉમદા અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ ઉત્કર્ષના કાર્યોમાં સક્રિય સહયોગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.