સાવરકુંડલા, જેસર રોડ સ્થિત સમર્પણ ગૌશાળા ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગૌમાતા, મુંગા પશુઓ અને પક્ષીઓની સેવા માટે પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. ગૌશાળાના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા ગૌમાતાને રાહત આપવા તરબૂચ કાપીને ખવડાવવામાં આવ્યા હતા. આ પહેલથી ગૌમાતાને ગરમીમાં ઠંડક અને પૌષ્ટિક આહાર મળ્યો હતો.આ ઉપરાંત, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌશાળા દ્વારા મુંગા પશુઓ માટે પાણીના અવેડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.