સાવરકુંડલાના સુપ્રસિધ્ધ સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે ટીંબી હોસ્પિટલના દર્દીઓને મદદરૂપ થવા માટે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૨૦૦ યુવાનોએ સ્વેચ્છાએ રક્તદાન કરીને માનવતાની સેવા કરી હતી. પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી અને સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ મંડળ સાવરકુંડલા તથા લાયન્સ ક્લબ સાવરકુંડલાના સહયોગથી આયોજિત આ કેમ્પમાં ૨૦૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય ભોલાનંદ સરસ્વતીજી મહારાજ, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઈ નાકરાણી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન દીપકભાઈ માલાણી, તાલુકા વિકાસ અધિકારી જીજ્ઞેશભાઈ વાઘાણી અને લાયન્સ ક્લબના મેમ્બરો દ્વારા કરવામાં આવ્યું હતું.