જિલ્લામાં ૧૪મીથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. જે અન્વયે સાવરકુંડલામાં રવિવારે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત શહેરનાં વિવિધ બુથો પર મતદાર નોંધણી-સુધારા સહિતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં શહેરના મતદાન મથકો ખાતે બીએલઓની ઉપÂસ્થતિમાં મતદારનું નામ ઉમેરવા, કમી કરવા, સુધારા-વધારા સહિતની કામગીરી સવારે ૧૦ થી સાંજના પ સુધી કરવામાં આવી હતી. આ તકે બીએલઓ દ્વારા લોકોને જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ ભરાવીને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.