સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર સ્વામીનારાયણ મંદિર પાસે બે બાઇક સામ સામી અથડાઈ હતી. જેમાં કોઈ જાનહાની થઈ નહોતી. આ બનાવ અંગે મયુદિન કાસમભાઇ ભુરાણી (ઉ.વ.૩૨)એ ભાવિનભાઈ પ્રકાશભાઈ અધ્વર્યુ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ મહુવા રોડ સ્વામી નારાયણ મંદિર પાસે આવતાં ડિવાઇડરની પાસે યુ ટર્ન લેતી વખતે બે બાઇક સામ-સામે અથડાઇ હતી.
જેમાં બંનેને ઇજા પહોંચી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઇ યાસીનભાઇ કાઝી વધુ તપાસ ચલાવી રહ્યા છે.