સાવરકુંડલામાં હીનાબેન ગુણવંતભાઈ દોશીનું ૪ મે ૨૦૨૪ના રોજ અવસાન થયું હતું. તેમની ચારેય દીકરી વૈશાલી, નેહા, ચાંદની અને ઇશાનીએ પોતાની માતાને અગ્નિદાહ આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે દીકરો અગ્નિદાહ આપી શકે ને દીકરી ન આપી શકે, જોકે આ ચારેય દીકરીઓએ આ પરંપરા તોડીને પોતાની માતાને અગ્નિદાહ આપ્યો ત્યારે સૌ કોઇની આંખ ભીની થઈ હતી.