સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લામાં આપઘાતના બનાવમાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. સાવરકુંડલામાં એક પુરુષે આર્થિક સંકડામણથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. બનાવ અંગે કૈલાશબેન સુભાષભાઈ અમરેલીયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ સુભાષભાઈ ઠાકરશીભાઈ અમરેલીયા (ઉ.વ.૪૨)એ નાણાંકીય આર્થિક સંકડામણમથી કંટાળી રૂમમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા મરણ પામ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.